૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન

આધુનિક ભારતના ઘડવૈયા ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને તેમજ વરિષ્ઠ પત્રકાર શ્રી હરિભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્યશ્રી શૈલેશ પરમાર, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી નરેશ રાવલ, શ્રી જગદીશ ઠાકોર, શ્રી સોનલબેન પટેલ, ગયાત્રીબા વાઘેલા, શ્રી ગુલાબસિંહ રાજપૂત તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં એક વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટાયેલ મહિલા આગેવાનો અને ૧૮ વર્ષે મતાધિકાર અનુલક્ષી પહેલીવાર બનતા યુવા મતદારોનો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. તથા અમદાવાદ શહેર/જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા