“જય જવાન-જય કિસાન જન સંકલ્પ રેલી”
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહજી, એ.આઈ.સી.સી.ના મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહિતના પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં ઐતિહાસિક “જય જવાન-જય કિસાન જન સંકલ્પ રેલી” ત્રિમંદિર, અડાલજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષની ઐતિહાસિક જન સંકલ્પ રેલી માટે સમગ્ર રાજ્યના વિવિધ સમાજો, કાર્યકરો, મિત્રો અને આગેવાનો અનેરા ઉત્સાહ સાથે લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


























































