કોંગ્રેસ કાર્યકરણી બેઠક – સરદાર સ્મારક
૧૨ માર્ચ દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે, પૂજ્ય મહાત્મા ગાંધી તથા સરદાર સાહેબની જન્મભૂમિ ગુજરાતની ધરતી પર અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારિણી બેઠક સરદાર સ્મારક, અમદાવાદ ખાતે મળી હતી. કોંગ્રેસની કાર્યકારિણી બેઠકમાં સમગ્ર દેશની જનતા માટે નવા સંદેશ સાથે દેશ સામેના અનેક પડકારો, કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સહિત ભવિષ્યમાં ભારત દેશ માટેના અનેક વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી



























