ખેડૂત આક્રોશ રેલી – વિધાનસભા ઘેરાવો
ગાંધીનગર ખાતે ખેડૂતોના દેવામાફીની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાથે ‘ખેડૂત આક્રોશ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શ્રી રાજીવ સાતવજી, શ્રી અમીત ચાવડા, શ્રી બીશ્વરંજન મોહંતી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર મિત્રો અને ખેડૂતો હાજર રહ્યા હતા. વિધાનભાના ઘેરાવાને લઇને સભા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો વિધાનસભા ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસના જવાનો કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની ગૃહ તરફ જતા અટકાવ્યા હતા, પોલીસ વાનમાં મહિલા કાર્યકતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. શ્રી અમીત ચાવડા, શ્રી રાજીવ સાતવજી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, શ્રી બિશ્વરંજન મોહંતીજી, શ્રી જીતેન્દ્ર બઘેલજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.


























