મગફળી કૌભાંડના સંદર્ભે ધરણા – પ્રદર્શન

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. કોંગ્રસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા ખેડા-નડિયાદ ખાતે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ભાવનગર ખાતે જોડાયા હતા. જુદાજુદા જીલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાન-કાર્યકરો અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી છે. સરકાર પણ ભાજપના નેતાઓની આવી સંડોવણી ઉપર ઢાંકપિછોડો કરીને તેમને મદદરૂપ બનવાના પ્રયાસ કરી રહી છે. રૂ.૪૦૦૦ કરોડના આ કૌભાંડમાં હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન-ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.