મગફળી કૌભાંડના સંદર્ભે અમદાવાદ ખાતે આયોજિત ધરણા – પ્રદર્શન
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદશ્રી મધુસુદનભાઈની ઉપસ્થિતિમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામ આવ્યું હતું ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી શ્રી શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી ભરતજી ઠાકોર, પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી સાગરભાઈ રાયકા, પૂર્વ મંત્રીશ્રી કરસનદાસ સોનેરી, એ.આઈ.સી.સી.મંત્રી શ્રીમતી સોનલબેન પટેલ, શહેર પ્રમુખશ્રી શશીકાંત પટેલ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. મહિલા કોંગ્રેસ, કોંગ્રેસ સેવાદળ સહીત મોટી સંખ્યામાં કાર્યકર-આગેવાન ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.










