રથયાત્રાના પૂર્વ દિવસે જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો

આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્યશ્રી શૈલેશ પરમાર, હિંમતસિંહ પટેલ, લાખાભાઈ ભરવાડ, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા, અમરીશ ડેર  તથા વરિષ્ઠ આગેવાનોએ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી તથા દર્શન કર્યા અને મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા અને ત્યારબાદ રથની પૂજા વિધી કરવામાં આવી હતી.

  • ભગવાન જગન્‍નાથજીના આશિર્વાદ સતત ગુજરાતના લોકો પર ઉતરે તથા સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના.