મૃતક દલિત યુવકના પરિવારને મળ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ

ગત તારીખ ૨૦/૦૫/૨૦૧૮ ના રોજ રાજકોટના શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં એક નિર્દોષ નિહત્થા દલિત યુવાનને નજીવી બાબતમાં અત્યંત બર્બરતા પૂર્વક ઢોર માર મારી કરપીણ હત્યા કરવામાં આવી. આ સમગ્ર ઘટનાના વિડીઓ ફૂટેજ પણ મીડિયામાં અને સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ગમે તેવા માનવીનું હૃદય દ્રવી ઉઠે. આ સમગ્ર ઘટનાથી પુનઃ ગુજરાતની ધરતી કલંકિત થઇ છે. ત્યારે મૃતક દલિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, એ.આઈ.સી.સી. એસ.સી. વિભાગના કન્વીનરશ્રી રવિન્દ્ર દલવીજી, પૂર્વ સાંસદશ્રી રાજુભાઈ પરમાર, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, શ્રી સોમાભાઈ પટેલ, શ્રી નૌષાદ સોલંકી, શ્રી લાખાભાઈ ભરવાડ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ચેતન ખાચર સહીત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામની મુલાકાત લઈ સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ભોગ બનનાર પરિવારને કોંગ્રેસ પક્ષ તરફથી ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી હતી.