પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, ફ્રન્ટલ સંગઠન તેમજ સેલ/ વિભાગના વડાશ્રીઓ સાથે બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધીકારીશ્રીઓ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના વડાશ્રી તથા સેલ અને વિભાગના ચેરમેનશ્રીઓ સાથે બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી અને ગુજરાતના પ્રભારી માનનીયશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી પરેશભાઈ ધાનાણી તેમજ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી હર્ષવર્ધન સપકાલ ઉપસ્થિત રહી આવનાર સમયમાં કાર્યક્રમ વિષે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું