શહેર/જીલ્લા/જીલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નેતાશ્રીઓની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં શહેર/જીલ્લા પ્રમુખશ્રી તેમજ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી/નેતાશ્રી અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓની પ્રથમ બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી અને ગુજરાતના પ્રભારી માનનીયશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી પરેશભાઈ ધાનાણી તેમજ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી હર્ષવર્ધન સપકાલ ઉપસ્થિત રહી આવનાર સમયમાં કાર્યક્રમ વિષે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું