નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ

નવા વરાયેલા પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ આજરોજ સરદાર બાગ ખાતે સરદાર સાહેબ, શ્રીમતી ઈન્દીરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી અને ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ રેલી સ્વરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા. એ.આઈ.સી.સી. મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ નવનિયુક્ત પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, નવનિયુક્ત પ્રભારી શ્રી રાજીવ સાતવજી, સેવાદળના રાષ્ટ્રીય સંગઠક શ્રી લાલજીભાઈ દેસાઈને શુભેચ્છા સંદેશ સાથે અભિનંદન પાઠવ્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, એ.આઈ.સી.સી. મંત્રી અને સહપ્રભારી શ્રી જીતુભાઈ પટવારી, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી. સી. પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય સંગઠક શ્રી લાલજીભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને હજારોની સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા હતા.  સમગ્ર રાજ્યમાંથી ખૂણે ખૂણે થી કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો, શુભેચ્છકો અને વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધીઓએ હજારોની સંખ્યામાં રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.