૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ
૬૯મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં લોકશાહીની રક્ષા કાજે આપણા વડવાઓએ આપેલા બલિદાન આપેલ. લોકશાહી એટલે લોકો વડે, લોકો માટેના શાસન પ્રક્રિયા છે. કોંગ્રેસે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર, રામકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક જેવા અનેક લોકલાડીલા નેતાઓના વડપણ હેઠળ દેશને આઝાદી અપાવી અને લોકશાહીની સ્થાપના કરી. ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, કા.ક. પ્રમુખશ્રી ડૉ. કરશનદાસ સોનેરી, વરિષ્ઠ અગ્રણી શ્રી નવિનચંદ્ર રવાણી, શ્રી બાલુભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી મૌલિન વૈષ્ણવ, શ્રી અશોક પંજાબી, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, શ્રી ઈમરાન ખેડાવાલા, પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ડૉ. હિમાંશુ પટેલ, સેવાદળ મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકી સહિત કાઉન્સીલર અને અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રિરંગાને આન-બાન-સાન સાથે સલામી હતી.









