અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે બેઠક કરતા શ્રી રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૩-૧૨-૨૦૧૭ ને શનિવારના રોજ યુનિવર્સિટી ઓડોટોરિયમ, અમદાવાદ ખાતે “કાર્યકર સંમેલન” યોજવામાં આવ્યું હતું આ કાર્યકર સંમેલનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અહમદભાઈ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા વરિષ્ઠ આગેવાનોશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું






















