ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા : 11-05-2020

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા કરી હતી જેમાં તેમણે રાજ્યના મધ્યમવર્ગ, ગરીબવર્ગ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) તથા વેપારીઓની, ગુજરાતના અર્થતંત્ર પર સરકારને સૂચન કરવા સાથે વર્તમાન અને આવનારા સમયમાં ઉભી થનારી આર્થિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. શ્રી ભરતસિંહ સોલંકીએ સૌપ્રથમ કોરોના યોદ્ધાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ”૧૯૬૦ થી ૧૯૯૦ સુધી ગુજરાતમાં મધ્યવર્ગ, શ્રમિક વર્ગ, ખેડૂતોની મહેનતથી ગુજરાતનો વિકાસ દર ૧૫ ટકા રહ્યો, દેશમાં માથાદીઠ આવકમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું. આયોજન વગરના લોકડાઉનને કારણે ગુજરાત થંભી ગયું છે, મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note