વડોદરા ખાતે “રાફેલ” કૌભાંડ સંદર્ભે રેલી તથા કલેક્ટરને આવેદનપત્ર
રમકડા ના વિમાન બનાવવાનો અનુભવ નથી તેવા અંબાણી ને લશ્કરી વિમાનનો રુપિયા 1,30,000 કરોડનો કોન્ટ્રાકટ આપી ભાગીદાર બનતા ચોકીદાર. કોંગ્રેસ સરકારે 526 કરોડમાં ખરીદવાનુ નક્કી કરેલ વિમાન મોદી સરકારે 1670.70 કરોડમાં ખરીદવાનો કરાર કર્યા. 36 વિમાનની ખરીદીમાં દેશની તિજોરીને 41205 કરોડનો ચુનો લગાવ્યો. “રાફેલ” સોદામાં આચરવામાં આવેલા કરોડોના કૌભાંડ મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાફેલ ની પ્રતિકૃતિ સાથે રેલી કાઢી, કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું, રેલીના પ્રારંભે “વીર શહીદ ભગતસિંહ” ને પુષ્પાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાતના સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા










