“લોક સરકાર” મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચિંગ
રાજ્યમાં ૨૩ વર્ષથી ભય, ભ્રમ, ભ્રષ્ટાચાર અને ધૃણાની રાજનીતિ કરી સત્તામાં રહીને સતત પ્રજાને અન્યાય કરનાર ભાજપા સરકારમાં પ્રજાનો અવાજ સંભળાય અને તેમના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાતના સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ધારાસભ્યશ્રી શૈલેશ પરમાર, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી રોહન ગુપ્તાની ઉપસ્થિતિમાં “લોક સરકાર” મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં પ્રજાલક્ષી કાર્યક્રમ લોક સરકારમાં જોડાઈને કોંગ્રેસ પક્ષ માટે કામગીરી કરવાનો ઉત્સાહ દેખાડનાર ૧૦૦૦ કરતાં વધુ કાર્યકર-આગેવાનો ઉપસ્થિત રહી નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.



















