નફરત છોડો “ગાંધી સંદેશ યાત્રા”

કેટલાક ચોક્કસ તત્વો દ્વારા રાજકીય ઉદેશ્યો સાથે દેશમાં નફરત ફેલાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આવા તત્વોને ભગવાન સદ્દબુદ્ધી આપે તેવી પ્રાર્થના સાથે યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી “નફરત છોડો” ગાંધી સંદેશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે કોચરબા આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પગપાળા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મંત્રી બિશ્વરંજન મોહંતી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂત, યુથ કોંગ્રેસના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા