જીપીસીસી ખાતે આયોજિત બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ, સેલ – ડિપાર્ટમેન્ટના વડાઓ અને શહેર – જિલ્લા પ્રમુખોની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મહાત્મા ગાંધીના ૧૫૦ માં જન્મજયંતી વર્ષ અને શ્રી રાજીવ ગાંધીના ૭૫ માં જન્મજયંતી વર્ષની ઉજવણીના કાર્યક્રમો, વિધાનસભા પેટા ચૂંટણી, સંગઠનને વધુ મજબૂત બનાવવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા અને જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી














