ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ધારાસભ્યશ્રીઓની અગત્યની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત થયેલ વિશેષ નિરીક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી જીતેન્દ્રસિંગ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોની એક અગત્યની બેઠક મળી હતી