ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ કારોબારી બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રભારી શ્રી પ્રતાપ નારાયણ મિશ્રા (અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ સંગઠન મંત્રી) ની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભાવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારી બિશ્વાસ મોહંતી, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા ડૉ.મનીષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહિલા મુખ્ય સંગઠકશ્રી મીનલબેન ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સેવાદળના આગામી કાર્યક્રમો, સંગઠનલક્ષી સૂચનો કર્યા હતા.
















