અમિત ચાવડા દ્વારા માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરળ

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા તકેદારીના અનેક પગલાં લેવાઈ રહ્યા છે. તો બીજી બાજુ સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો, યુવા મંડળો અને વિવિધ સમાજો દ્વારા પણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે કોરોનાને માત આપવા તકેદારીના ભાગરૂપે આસોદર એપીએમસી શાર્ક માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લોકોને નિ:શુલ્ક આયુર્વેદિક ઉકાળા તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.