ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી શ્રી રણદીપસિંઘ સુરજેવાલા જીનું ભવ્ય સ્વાગત

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી શ્રી રણદીપસિંઘ સુરજેવાલા (સાંસદ)નું અમદાવાદ આગમન પર કોંગ્રેસના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ દ્વારા ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ સર્કલથી રાજીવ ગાંધી ભવન સુધી યોજાયેલી વિશાળ બાઈક રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી.ના સંગઠન સહપ્રભારીઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે માલધારી સમાજ તથા આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત શૈલીથી નવનિયુક્ત પ્રભારીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.