ભારત-અમેરિકાની ટ્રેડ ડિલ પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. વડોદરામાં આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધન કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન, આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે.
તેમણે કહ્યું કે, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે કહ્યું કે, આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમુક લોકો સંવિધાનની વાત કરે છે, પણ આ જ લોકો આદિવાસીઓના અધિકારોના નબળા કરી રહ્યા છે.
અમેરિકા સાથે ટ્રેડ ડિલ પર શું બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ ડિલમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ દેશના કૃષિ ક્ષેત્રને વિદેશી પ્રોડક્ટ માટે ખોલી દીધી છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ ભારતમાં રોકટોક વિના આવવા લાગશે તો તેની સીધી અસર ભારતના ખેડૂતોને થશે.
Read More :
https://gujarati.news18.com/news/vadodara/rahul-gandhi-said-calling-tribal-vanvasis-is-an-insult-attack-on-modi-government-us-trade-deal-pk-ws-b-2480504.html
