“ગુજરાત જનઆક્રોશ” : વર્ચ્યુઅલ રેલી
ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા “ગુજરાત જનઆક્રોશ રેલી” : વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો શ્રી રાજીવ સાતવજી, શ્રી અમિતભાઈ ચાવડા, શ્રી પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો સંબોધન કર્યું હતું તથા ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો – નાગરિકો જોડાયા હતા


















