“શહીદોને સલામ દિવસ”
કેન્દ્ર સરકારની નિષ્ફળ વિદેશનિતિને કારણે પાડોશી દેશો સાથેની સરહદો સળગી રહી છે. હાલમાં જ ચીન સરહદે ગલવાન ઘાટી – લદ્દાખ ખાતે ચીની સેનાએ આપણી સરહદોમાં ઘુસણખોરી કરી આપણી ભૂમિ પર કબજો કર્યો છે. ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કરતા કરતા ૨૦ જાંબાઝ જવાનો શહીદ થયા છે. આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં “શહીદોને સલામ દિવસ” કાર્યકમ આયોજિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ અને સેનાને સમર્થનની ભાવનાથી વીર શહીદોના ફોટા – પોસ્ટર પાસે મીણબત્તી – દીવા પ્રગટાવી, જવાનોની વીરતાને બિરદાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી






















































