સંવિધાન બચાવો-ભારત બચાવો કૂચ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫ માં સ્થાપના દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાનિધ્યમાં ગાંધી આશ્રમનાં સામેના પટાંગણમાં ધ્વજવંદન કરી  ‘સંવિધાન બચાવો, ભારત બચાવો’ ના નારા અને સાંપ્રત સમસ્યાની વાત સાથે ગાંધી આશ્રમથી કુચમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનો સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર અને લોકોએ જોડાઈને એકતા, અખંડિતતા,ભાઈચારા અને સદભાવનાનાં મૂલ્યોને જીવંત રાખવાના સંદેશ સાથે પૂજ્ય સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.