ગેરબંધારણીય નાગરિકતા બિલના વિરોધમાં ધરણા
પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા વિધેયકના વિરોધમાં કોંગ્રેસપક્ષ દ્વારા ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલ ‘સંવિધાન બચાવો – દેશ બચાવો’ ના ઉદેશ્યથી યોજાયેલ ધરણા પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનશ્રી ઉપસ્થિત રહી ભાજપના સંવિધાન વિરોધી પગલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.










