“વિધાનસભા કૂચ”

ભાજપ સરકારની પ્રજા વિરોધી, યુવા વિરોધી, મહિલા વિરોધી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ, શિક્ષીત યુવાનોમાં બેરોજગારી, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે અને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે તેવી માંગ સાથે ગાંધીનગર ખાતે “વિધાનસભા કૂચ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.