બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં થરાદ ખાતે “બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સરકારી નોકરિયાતો, શિક્ષણ, બેરોજગારી, સુરક્ષા, મોંઘવારી સહિતના પ્રજાની સમસ્યાઓ માટે સરકાર સામે લડત નો સંકલ્પ કરવામાં આવ્યો. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષના આગેવાનો, કાર્યકરોએ સંગઠનથી લઈને પ્રચાર સુધીની જવાબદારી સંભાળી કોંગ્રેસનો જ્વલંત વિજય થાય તે માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો.