શ્રીમતી પ્રિયંકા ગાંધીની પોલીસ દ્વારા અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન
ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારજનોની મુલાકાતે જઈ રહેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીની સરકારના ઈશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી જેના વિરોધ કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, સહપ્રભારી શ્રી જીતેન્દ્ર બઘેલ સહિત ધારાસભ્યશ્રીઓ તથા વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો ધરણા પ્રદર્શન ઉપર બેઠા હતા. ધરણા પ્રદર્શન ઉપર બેઠેલા આગેવાનો તથા કાર્યકરોને ભાજપ સરકારનાં ઈશારે આડેધડ લાઠીચાર્જ કરી ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા


























