નવનિયુક્ત ઓબીસી વિભાગના ચેરમેન શ્રી ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારંભ

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઓ.બી.સી. વિભાગનો ચાર્જ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ લીધો હતો. આ પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યશ્રી અને વિધાનસભાના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, શ્રી ગયાસુદ્દીનભાઈ શેખ, શ્રી અંબરીષભાઈ ડેર, શ્રી વિક્રમભાઈ માડમ, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી બાબુભાઈ વાજા, શ્રી ભીખાભાઈ જોષી, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રીમતી ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, ઉપપ્રમુખ શ્રીમતી કામીનીબેન સોની તથા પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઓ.બી.સી. વિભાગના કાર્યકર-આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા.