“લોકશાહી બચાવો”અને “ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે ઉપવાસ- ધરણા
- ગુજરાતના ખેડૂતોનો એક જ નારો, ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો
- લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દરેક જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન શરૂ
- કેન્દ્રની યુપીએ ની ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના ૭૧૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો
“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દરેક જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલનના ભાગરૂપે આણંદ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, અમદાવાદ શહેર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સુરત ખાતે શ્રી અર્જુન મોઢવાડિયા અને ડૉ. તુષાર ચૌધરી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓ વિવિધ જીલ્લામાં ઉપવાસ આંદોલન સાથે જોડાયા હતા




































