ગુજરાતની સ્ત્રીઓ પર થતા બેફામ અત્યાચાર ના વિરુધ્ધમાં “ધરણા પ્રદર્શન”
અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન વધતા જતા મહિલા ઉપર અત્યાચાર અને બળાત્કાર જેવા કે નલિયા. કચ્છ, પાટણ અને તાજેતરમાં ભાજપના નેતા દ્વારા આચરેલા દુષ્કર્મના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી હતા સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહી કલેકટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી








