ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક : 03-02-2023

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી, અમદાવાદ શહેર જીલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દરેક સમયની પોતાની માંગ અને જરૂરિયાત હોય છે, પહેલા સમયની માંગ હતી આઝાદી, ત્યાર બાદ સમયની માંગ બની દેશને પગભર બનાવવો અને તેને એકવીસમી સદીમાં દુનિયાના સર્વોચ્ચ દેશોની હરોળમાં ઉભો કરવો. ભારત દેશના આ પ્રત્યેક સમય ગાળામાં કોંગ્રેસ પાર્ટીએ આગેવાની કરી અને પોતાનું લોહી અને પરસેવો રેડી ભારત દેશને ગૌરવાન્વિત બનાવ્યો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_3-02-2023