સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર વ્યાખ્યાન કાર્યક્રમ.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન ખાતે વ્યાખ્યાન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી સરદાર સાહેબ અને ઈન્દિરાજીના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવા સંકલ્પ લીધો હતો.





















