Gujarat Congress Pradesh Committee » Leader Speak

ચૂંટણી ટાણે ‘સપનોં કા સોદાગર’ આવી ઠાલાં વચનો આપી ચાલ્યા જાય છે: શક્તિસિંહ ગોહિલ
Oct 7, 2017

આણંદ, તા.૬

આણંદ જિલ્લાના બોરસદની વાસદ ચોકડી ખાતે એસટી ચેમ્બરમાં બોરસદ તાલુકા કોંગ્રેસ દ્વારા જન આશિર્વાદ સંમેલન યોજાઈ ગયું જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર તેમજ ગૌરવ યાત્રા પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત ગૌરવ યાત્રા નહી પણ કૌરવ યાત્રા હોવાનું જણાવ્યું હતું. બોરસદ ખાતે યોજાયેલા જન આશિર્વાદ સંમેલનમા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવી પહોંચતા બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ સોઢાએ તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં શિસ્ત સમિતિના કન્વીનર નટવરસિંહે સ્વાગત પ્રવચન કરી કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે તેમ કહી જન આશિર્વાદ સંમેલન અંગે માહિતી આપી હતી.

ત્યારબાદ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે ભાજપને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપની રાજ્ય સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. રાજ્યમાં અણઘડ વહીવટ અને નિર્ણયોના કારણે ખેડૂતો, મજૂરો, નોકરિયાતો પરેશાન થઈ ઉઠ્યા છે. વડાપ્રધાનના આડેધડ નિર્ણયોના કારણે હાલ આખો દેશ મંદીમાં સપડાયો છે ત્યારે વડાપ્રધાન વિદેશ યાત્રાઓમાંથી બહાર આવતા નથી તેઓ માત્ર વિદેશોમાં ફરવા માટે જ વડાપ્રધાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ સરકારને ઘરભેગી કરવાનો સમય આવી ગયો હોવાનું જણાવી તેઓએ હાલમાં નીકળેલી ભાજપની ગુજરાત ગૌરવયાત્રા અંગે જણાવ્યું હતું કે, આ ગૌરવ યાત્રા નથી પરંતુ કૌરવ યાત્રા કાઢવામાં આવી છે અને જેમાં દિલ્હીથી દરરોજ એક કૌરવ આવે છે તેમણે કહ્યું હતું કે, ચૂંટણી સમયે સપનો કા સોદાગર આવી વચનો આપી ચાલ્યા જાય છે પરંતુ એક પણ વચન પૂરૂ થતું નથી. જેના કારણે લોકો પણ હવે કહેતા થયા છે મારા હારા છેતરી ગયા ત્યારે હવે નવસર્જન કરવાનું છે. કોંગ્રેસનું આ નવસર્જન દલિતો, પીડિતો અને ખેતમજૂરોને ખેડૂત બનાવવા માટે જમીનો આપવા માટે, શિક્ષણનું વ્યાપારી કરણ અટકાવી ગરીબ વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેનું નવસર્જન કરવાનું છે. કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ બનશે ? તે મહત્ત્વનું નથી પરંતુ નવસર્જન ગુજરાત દ્વારા ગરીબ બહેનોને સ્વરોજગારી મળે. બેરોજગાર યુવાનોને રોજગારી મળે અને રોજગારી ન મળે તો તેઓને બેરોજગાર ભથ્થું મળે તેમજ ખેડૂતોને ખેતીને ર૪ કલાક વીજળી મળે તે માટેનું નવસર્જન કરવાનું છે, આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ સોઢા, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નટવરસિંહ મહીડાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

Source: http://www.gujarattoday.in/election-tane-sapno-ka-sodagar-avi-thala/

ગુજરાતમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડરની નિમણૂક આપવામાં સરકાર નિષ્ફળ : પરેશ ધાનાણી
અમરેલી, તા.૬

ગુજરાતમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણૂક આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે સત્વરે નિમણૂક કરવા સરકાર ક્યારે જાગશે. આ પ્રશ્ન અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો છે.

કમાન્ડિંગ જનરલ હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા દૈનિક પત્રોમાં જાહેરાત આપી જિલ્લા હોમગાર્ડ કમાન્ડની ભરતી થવા ઈચ્છુકો પાસેથી તમામ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવેલ જેને આજે બે વર્ષ થયા છતાં સરકાર દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક આપવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે, ગૃહ વિભાગ દ્વારા આ નિમણૂકોને આખરી ઓપ ક્યારે આપવામાં આવશે જેની હોમગાર્ડ જવાનો રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા હોમગાર્ડના જવાનોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી શક્તિ હોય તો જિલ્લા કમાન્ડન્ટની નિમણૂક શા માટે કરતી નથી. જિલ્લા કક્ષાએ હોમગાર્ડ કચેરી ઘણા વર્ષ થયા ચાર્જમાં ચાલે છે, અધિકારી તેમની કામગીરીમાં પહોંચી શકતા ન હોવાથી હોમગાર્ડ કામગીરીમાં પૂરતો સમય ફાળવી ન શકતા હોવાથી જીલ્લા હોમગાર્ડ કચેરી મૃત અવસ્થામાં કામગીરી કરે છે અને હોમગાર્ડ જવાનોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી જિલ્લા હોમગાર્ડ, કમાન્ડન્ટની નિમણૂક માટે એક માત્ર આશાનું કિરણ છે, જેઓ સત્વરે ગૃહ વિભાગમાં ગ્રહણ લાગેલ ફાઈલો મંગાવી નિમણૂકના આદેશો કરાવશે તેવી લોકમુખે ચર્ચા થાય છે. નિષ્કામ સેવાના ભાગરૂપે ગુજરાત સરકાર ત્વરિત નિમણૂકના હુકમો ગાંધીનગર બોલાવી નવાજશે ગતિશીલ ગુજરાત નમૂનારૂપ વહીવટનો દાખલો બેસાડે અને હોમગાર્ડમાં નવું જોમ લાવવા સરકાર સત્વરે નિર્ણય કરશે જેથી પોલીસને મદદમાં કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થાય. સેનાપતિ વગરની સેનામાં નવું જોમ અને જુસ્સો આવશે તો સરકારને પણ હોમગાર્ડની નિસ્કામ સેવાની કામગીરીનો અહેસાસ થશે.

Source: http://www.gujarattoday.in/gujarat-ma-jilla-homgard/

ભાજપની ગૌરવયાત્રા એ કૌરવયાત્રા જેમાં દિલ્હીથી રોજ એક કૌરવ આવે છે: શક્તિસિંહ ગોહિલ
Oct 6, 2017

રાજપીપળા, તા.પ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં ગુરૂવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એક જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે નોટબંધી અને GST દેશની અર્થવ્યવસ્થા ખોરવાવા માટેનું મુખ્ય કારણ ગણાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે-સાથે જો ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો સમાન કામ સમાન વેતન, યુવાનોને રોજગારી, બેરોજગારોને બેકારી ભથ્થુ, બહેનોને ઘરનું ઘર, વીજળીના દામ ઘટાડા સહિતની જાહેરાત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં વાંદરા માટે વનબંધુ શબ્દનો ઉપયોગ થયો છે. ભાજપાએ આદિવાસીઓને વનબંધુ કહી તેમનું અપમાન કર્યું છે. આદિવાસી, દલિત, માયનોરિટીને કોંગ્રેસે જ ઊંચો દરજ્જો આપ્યો છે. ભૂતકાળ વાગોળશો તો ખ્યાલ આવશે. ભાજપ-RSS વર્ણવ્યવસ્થામાં માને છે, હાલમાં થયેલા પાટીદારો અને દલિતો પરના અત્યાચારો એના પુરાવા છે. જેણે નોટ અને વોટ બંને આપી ભાજપને સત્તા અપાવી એવા પાટીદાર સમાજ પર ભાજપે અત્યાચાર ગુજાર્યો એ નિંદનીય છે.નર્મદા યોજના જેના ચરણોમાં છે તે જ પ્રજાને આજે પાણીના ફાંફા છે. જ્યારે નર્મદા યોજનાની આસપાસના લોકોને પણ પાણી મળી રહે એવું ભૂતકાળની કોંગ્રેસ સરકારે આયોજન કર્યું હતું.

GST મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસ પણ GST લાગુ કરવા માંગતી હતી,પણ કોંગ્રેસના અને ભાજપના GSTમાં આસમાન જમીનનો ફેર છે. કોંગ્રેસના GSTમાં ૧૪% સુધીનું જ્યારે ભાજપના GSTમાં ૨૮% સુધીનું ટેક્સ માળખું છે. આખી દુનિયામાં કાચા ક્રૂડની કિંમત ઘટી ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા છે. પેટ્રોલ ડીઝલ પર જો GST લગાવ્યું હોત તો તે સસ્તું થયું હોત. આતો ચૂંટણીમાં હારની બીકે ભાજપે પેટ્રોલમાં ૨ રૂપિયા ઘટાડાની જાહેરાત કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે કેરળમાં ભાજપના અસામાજિક તત્ત્વો પર હુમલા થાય છે અને ત્યાં ભાજપ યાત્રાઓ કાઢે છે તો ગુજરાતમાં દલિત મૂછ રાખે તો હુમલા થાય છે. પાટીદારો પર હુમલા થાય છે ત્યારે તેના વિરોધમાં ભાજપ પ્રમુખ ગુજરાતમાં યાત્રા કાઢે. ભાજપની ગૌરવયાત્રાને ગુજરાતની પ્રજાએ કૌરવયાત્રા ગણાવી છે અને દિલ્હીથી રોજ એક કૌરવ આ યાત્રામાં ભાગ લેવા આવે છે. ભાજપનો વિકાસ ગાંડો થયો છે તે શબ્દની શોધ ગુજરાતની જનતાએ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે ગાંડો તો ગાંડો અમારો વિકાસ છે. ગાંડો થયો હોય તો તેનો ઈલાજ કરાવાય પણ પોતાનાને ગાંડો ના કહેવાય. આ ક્રૂર મજાક છે.

Source: http://www.gujarattoday.in/bjp-ni-gaurav-yatra-e-kauravyatra/

શ્રી અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, દેશ માં ૧૬૭ મહિલા સ્ટડી સેન્ટર માં ફંડ નો અભાવ, આ છે ભાજપ નો સહશક્તિકરણ
શ્રી અશોક ગહેલોત સોશ્યિલ મીડિયા માધ્યમ થી જણાવ્યું હતું કે, દેશ માં ૧૬૭ મહિલા સ્ટડી સેન્ટર માં ફંડ નો અભાવ છે, શું આ છે ભાજપ નો સહશક્તિકરણ.

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે
કોંગ્રેસે ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ૬૦૦ નોકરીઓ માટે ૧૨ લાખ શિક્ષિત યુવાનો ફોર્મ ભરે એ ગુજરાત માં યુવાનો ની સ્થિતિ દર્શાવે છે.

ભરતસિંઘ સોલંકી એ જણાવ્યું હતું કે ફિક્સ પગારે નોકરી આપીને સરકાર યુવાનોનું આર્થિક, શારીરિક અને માનસિક શોસણ કરે છે.

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે

Source: http://navgujaratsamay.indiatimes.com/

ahmedabad/politics/gujarat-congress-promises-

unemployement-allowance-to-youth/articleshow/

60477071.cms

મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં: રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરને સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેઓ સાડા 12 વાગ્યે પ્લેનમાં દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગહેલોત સહિતના કોંગી નેતાઓ કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા એનઆઇડી પાછળના રિવરફ્રન્ટ માટે રવાના થયા હતા.

રાહુલ ગાંધીજીના સંવાદના અંશો

– મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં

– નોટબંધી પછી 99% નોટો પાછી આવી ગઇ

– જીડીપી ઓછી થવાનું કારણ નોટીબંધી છે

– ચીનનો મુકાબલો ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગ કરી શકે છે

– 60 હજાર કરોડ રૂપિયા એક કંપનીને આપ્યા, રૂપિયા, જમીન આપી 0.1 ટકાએ રૂપિયા આપ્યા

– નાના અને મધ્યમ ઉદ્યોગને આપ્યા હોત તો ગુજરાત આખા દેશને રસ્તા બતાવી શક્યું હોત

– કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે લગાડી મદદ કરવી એ જ છે કોંગ્રેસ પાર્ટી

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-

congress-vice-president-rahul-gandhi-visit-

ahmedabad-NOR.html